એક તું
એક તું
એક તું અને તારી યાદ કમાલ કરી દે છે,
મારા હૈયાંને તારા અહેસાસથી ભરી દે છે,
આ વાદળ, આ ઝાકળને એક મુલાકાત,
માંગુ છું થોડી પળને તું સમય ધરી દે છે,
આવે છે તું મોસમનો પહેલો વરસાદ બની,
હરિયાળી ખ્વાહિશોની આખી નગરી દે છે,
ચાહત તું, ઈબાદત તું, આદત તું, દુઆ તું,
ખ્વાબોમાં આવીને તું યાદો નવી ફરી દે છે,
સ્નેહની ઝરમર ઝરમર લાગણી વહાવીને,
તું આમ જ છલોછલ "ઝીલ" ભરી દે છે.

