STORYMIRROR

KANAKSINH THAKOR

Children

4  

KANAKSINH THAKOR

Children

એક તેરી ત્રણ

એક તેરી ત્રણ

1 min
270

એક તેરી ત્રણ

     શાંતિથી નિશાળે ભણ

બે તેરી છ

     ભણવામાં રાખજે રસ   


ત્રણ તેરી નવ

       ભણવાની વાત કવ

ચાર તેરી બાર

     ભણવામાં ના કરીશ વાર


પાંચ તેરી પંદર

      ભણવામાં ના રાખ ડર

છ તેરી અઢાર

    ભણીને સપના કર સાકાર


સાત તેરી એકવીસ

        કોઈથી ના રાખ રીશ

આઠ તેરી ચોવીસ

  શાળામાં આવવાની દે પ્રોમિસ


નવ તેરી સત્યાવીસ

     બીજા માટે માંગજે વીશ

દસ તેરી ત્રીસ

      યાદ કરજે દ્વારકાધીશ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children