STORYMIRROR

Nilam Jadav

Children

3  

Nilam Jadav

Children

એક નાનું બતક એવું

એક નાનું બતક એવું

1 min
362

એક નાનું બતક એવું,

પાણીમાં એ રહેતું....


દોસ્તો સંગ ગેલ કરે ને,

ગીતો ગાતુંં જાતું.

એક નાનું...


ધોળો છે રંગ એનો ને,

ધીમે ધીમે મલપતું.

એક નાનું....


પાણીમાં એ સરસર તરે ને,

જીવડા જંતું ખાતું.

એક નાનું...


મોટી ને ચપટી ચાંચ છે એને,

ખોરાકની શોધમાં ફરતુંં.

એક નાનું...


સુંવાળા પીંછા ખૂબ શોભે ને,

તળાવ આખામાં ભમતુંં.

એક નાનું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children