STORYMIRROR

Kalpesh Vyas

Drama Romance

2  

Kalpesh Vyas

Drama Romance

એક મારી ક્રશ હતી

એક મારી ક્રશ હતી

1 min
448



આપ સહુંને જય શ્રી કૃષ્ણ

અને એને જય શ્રી crushન


એક મારી ક્રશ હતી,

એના પ્રત્યેની લાગણીઓ મારી

એટલી બધી સિક્રેટ હતી

કે એને પોતાને પણ ખબર નહોતી


'કાલે કહીશ' એમ કહીને

રોજ કહેવાનું ટાળતો રહ્યો

હિંમત નહોતી એને પૂછવાની

'નારાજ થઈ અબોલા કરી દેશે તો?'


આમ જ સમય વિતતો ગયો

એને જોઈજોઈને જ જીવતો ગયો

એક દિવસે એના લગ્નની કંકોત્રી આવી

કંકોત્રી પણ એ પોતે જ લઈને આવી


લગ્નમાં આવવાનો આગ્રહ કરી ગઈ

એ મારી મુંઝવણને પણ વધારી ગઈ


ડબલ માઇન્ડમા હતો

કે લગ્નમા જાઉ કે ના જાઉ?

મારા મને માંડ મને મનાવી લીધું

કે આમ કોઈનુ મન ના તોડાય.

ને 151/- ના ચાંદલાને બદલે

350/-ની થાળી ના છોડાય.


મન મક્કમ કરી લગ્નમાં ગયો

મે દિવસભર તો પોતાની

લાગણી પર કાબુ કરી લીધો.

એની વિદાય વખતે પોતાને જ

મંડપથી દૂર કરી લીધો.


લગ્નના દસ વરસ પછી

એના બાળકો સાથે બજારમા મળી.

એક વાર ફરીથી હ્રદયમાં

લાગણીઓની ખીલી કળી


પાછો જાણે મારા મનમંદિરમાં

એણે દિવો પ્રજ્વલિત કરાવ્યો

એના બાળકો સાથે મારો પરિચય

એણે 'અંકલ' તરીકે કરાવ્યો


એ વખતે તો જાણે મારા મનના

હરખનો કોઈ પાર ના આવ્યો.

મામાને પણ અંકલ કહેવાય છે,

એ સમજાણું ત્યારે ભાનમા આવ્યો.


એટલી વિનંતી છે મિત્રો....

કે એને ગોતવા ક્યાયે દોડશો નહી.

અને આ Kalpनिक રચનાને

વાસ્તવિક્તા સાથે જોડશો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama