એક કલ્પના
એક કલ્પના
મારી કવિતામાં હોય છે કલ્પના,
કલ્પના થકી જ રચું છું હું અવનવા પાત્રો.
ભરું હું કલ્પનાનાં નીત નવા રંગ,
ભરું હું એમાં નીત નવા તરંગ.
પાત્રોને જીવંત બનાવું,
એની હું સુંદર દુનિયા રચાવું.
પૂરી દુનિયાની હું સફર કરાવું,
સ્વર્ગ સમાં દૃશ્યો હું રચાવુ.
આકાશની સેર કરાવું,
ધરતી પર રોનક હું જગાવું.