એક કિસ્સો
એક કિસ્સો
કિસ્સો એક સરસ મજાનો છે, તબીબની સમજ બહારનો છે.
ભૂખ તરસ ને ભાન ભૂલ્યાનો છે, તોય રીપોર્ટસ નોર્મલ આવ્યાનો છે.
દિલની ધડકન તેજ થયાનો છે, ફૂલ ગુલાબી તબિયત થયાનો છે.
એકલા એકલા સ્મિત વેર્યાનો છે, લાગે છે કે મગજ ડૂલ થયાનો છે.
કિસ્સો જોને પ્રણય થયાનો છે, તબીબનું જ્ઞાન બાત્તલ ગયાનો છે.

