એક ગુરુ ભવપાર ઉતારે
એક ગુરુ ભવપાર ઉતારે
આ મતલબી દુનિયામાં ગુરુ સાથે છે,
સત્ય બધું દેખાડે એજ સાચાં ગુરુ છે,
મારું તારું કોઈ નથી ગુરુ જ જ્ઞાન આપે છે,
જિંદગીની સાચી રાહ ગુરુ બતાવે છે,
ઈશ્વર અને ભક્તિની સાચ રાહ બતાવે છે,
આત્માથી પરમાત્માની ઓળખ કરાવે છે,
એક ગુરુ જ ભવસાગર પાર ઉતારે છે,
ભાવના ભર્યા હૈયેથી જીવતાં શીખવે છે,
ગુરુ તો ભક્તિ માર્ગે ચાલતાં શિખવે છે,
હસતાં ચહેરે વ્યસનમુક્તિ અપાવે છે,
ફૂલહાર ને અગરબત્તીનો ભેદ સમજાવે છે,
સહજ યોગ થકી માનસિક પૂજા શિખવે છે,
સમય પહેલાં સમયને ઓળખતાં શિખવે છે,
એક ગુરુ જ મંત્ર આપીને ઉપાસક બનાવે છે.
