STORYMIRROR

Neha Desai

Abstract

4  

Neha Desai

Abstract

એ તો

એ તો

1 min
186

કલાક, મિનિટ અને, 

પળોથી કયાં, વિતાવાય છે ?

સમય, છે સાહેબ !

એ તો, અણમોલ યાદોથી વિતાવાય છે !


બસો ને છ હાડકાં અને, 

ચરબીથી કયાં, ચાલે છે ?

શરીર, છે સાહેબ !

એ તો, મગજથી ચાલે છે !


નજીકનાં સગાંઓ, અને 

વહાલાંઓથી કયાં, સચવાય છે ?

સંબંધ, છે સાહેબ !

એ તો, ઋણાનુબંધથી, સચવાય છે !


સીધા સરળ અને,

સહેલાં રસ્તાઓથી કયાં, મેળવાય છે ?

મંઝિલ, છે સાહેબ !

એ તો, મક્કમ મનોબળથી, મેળવાય છે !


ખોટા અહમ અને, 

જીદથી કયાં, ભસ્મ થાય છે ?

શરીર, મુઠ્ઠીભર રાખ છે સાહેબ !

એ તો, જોતજોતામાં ભસ્મ, થઈ જાય છે !


ખોટી આશાઓ અને,

આભાસી ભ્રમણાઓમાં કયાં, જીવાય છે ?

જિંદગી, એક સફર છે, સાહેબ !

એ તો, ચડાવ અને ઉતારથી જીવાય છે !


અનેક કાવાદાવા અને,

 પ્રપંચથી કયાં, રમાય છે ?

જિંદગી, એક ચેસની રમત છે સાહેબ !

એ તો, 'ચાહત'નાં પ્યાદાંથી ચેકમેટ થાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract