એ સીન મને બરાબર યાદ છે
એ સીન મને બરાબર યાદ છે
એ સીન મને બરાબર યાદ છે.
તમે મને જોવા આવ્યા હતાં પહેલી વાર.
પિંક સલવાર પહેર્યો હતો મે,
ને બ્લ્યુ શર્ટમાં હતાંં તમે.
એ સીન મને બરાબર યાદ છે.
હાથમાં પાણીની ડિશ લઈને આવી હતી હું,
ને ફિલિંગ્સ મનમાં છૂપાવતી હતી હું
જોવા હતાંં તમને સરખા,
પણ એટલી મારામાં હિંમત ક્યાં હતી.
એ સીન મને બરાબર યાદ છે.
પપ્પા સાથે કરતાં હતાંં વાતો ત્યારે,
હું ચૂપચાપ વાતો સાંભળતી હતી.
કોઈ વાતમાં સૂર પૂરાવું હું તો,
તમે નીચું જોઈ હસી લેતાં હતાં.
એ સીન મને બરાબર યાદ છે.
પછી તમારે નીકળવાનું થયું,
ને મને જોવાનો ચાન્સ શોધતાં હતાંં,
મળી ગયો હતો મોકો તમને આખરે,
એ સીન મને બરાબર યાદ છે.
હું તમે નીકળ્યા અને ચેર હતી એ સ્થાને મૂકતી હતી.
તમે મને દૂરથી નિહાળી રહ્યાં હતાં એ વાતની મને પણ જાણ હતી,
મારી ચેર ગોઠવાઈ ગઈ હતી છતાં હું ફરીથી એ ગોઠવતી હતી,
એ વાતની તમને પણ થોડી થોડી જાણ હતી.

