STORYMIRROR

Pooja Kalsariya

Inspirational Others Children

3  

Pooja Kalsariya

Inspirational Others Children

એ કદી ભૂલશો નહીં

એ કદી ભૂલશો નહીં

1 min
240

તમે ભૂલો ભલે બીજું બધું પણ કોરોના કોવિડના દિવસો ભૂલશો નહીં  

ત્રણેય ફેઈઝમાં ખૂલે બધું પણ કોરોના કોવિડના દિવસો ભૂલશો નહીં,


રોજગારને ધંધા માટે જવું પડે પણ સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહીં  

દરેક પબ્લીક જગ્યાએ હંમેશા સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખવાનું ભૂલશો નહીં,


ખૂબ ભીડભાડની જગ્યાઓએ કામ સિવાય જવાનું નહીં એ ભૂલશો નહીં  

હવે દરરોજ સાવધાની એ જ સુરક્ષા એ નિયમ કદી પણ ભૂલશો નહીં,


કોરોના-કોવિડનું સંક્રમણ તમને થઈ શકે છે એ કદી પણ ભૂલશો નહીં  

દરરોજ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું એક કદી પણ ભૂલશો નહીં,


પોતાના સ્વાસ્થ્યની કાળજી પોતે જ લેવાની છે એ કદી પણ ભૂલશો નહીં  

ક્યારે શું થશે એની કોઈને પણ ખબર નથી એ કદી પણ ભૂલશો નહીં,


"ચેતતો નર સદા સુખી" ને "જાન હૈ તો જહાન હૈ" કદી પણ ભૂલશો નહીં  

શ્રદ્ધા, ભક્તિ, પ્રાર્થના વિશ્વાસ તમારી સાથે છે એ કદી પણ ભૂલશો નહીં,


ફૂડ ટ્રક, કેરી આઉટ અને રેસ્ટોરન્ટમાં ખાવાનું નથી એ કદી ભૂલશો નહીં 

બિનજરૂરી-અનાવશ્યક વસ્તુઓ ખરીદવાની નથી એ કદી ભૂલશો નહીં,


કોવિડ ૧૯ તમને શું મારે, તમારે એને મારવાનો છે એ કદી ભૂલશો નહીં 

પોતાને, કુટુંબને, સમાજને ને રાષ્ટ્રને બચાવવાનું છે એ કદી ભૂલશો નહીં,


સમજો અને સમજાવો એ અભિયાનમાં જોડાયા છીએ એ કદી ભૂલશો નહીં 

કોરોનાની આ રચનાનો સંદેશ આપણા ફાયદા માટે છે એ કદી ભૂલશો નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational