STORYMIRROR

DR.satyam Barot

Inspirational Tragedy Others

3  

DR.satyam Barot

Inspirational Tragedy Others

એ ડાળીને મારે શું કરવાનું?

એ ડાળીને મારે શું કરવાનું?

1 min
13.3K


જ્યાં બાળક ડાળે ઝૂલા ના ઝૂલે,

એ ડાળીને મારે શું કરવાનું?

જ્યાં પંખી ડાળે માળા ના બાધે,

એ ડાળીને મારે શું કરવાનું?

જેને સુખના ફૂલો કદી ના ફાલે,

એ ડાળીને મારે શું કરવાનું?

જ્યાં એક્કે ફળ ડાળે પણ ના લાગે,

એ ડાળીને મારે શું કરવાનું?

જ્યાં ઋતુના સમ્માને પર્ણો ના ખરે,

એ ડાળીને મારે શું કરવાનું?

જેની છાયામાં કોઈ ના મ્હાલે,

એ ડાળીને મારે શું કરવાનું?

જ્યાં છનછન કરતાં ગીતો ના નાચે,

એ ડાળીને મારે શું કરવાનું?


Rate this content
Log in