STORYMIRROR

DR.satyam Barot

Inspirational

3  

DR.satyam Barot

Inspirational

ઘટમાળ છે

ઘટમાળ છે

1 min
12.7K


જિંદગીમાં કેટલી ભરમાળ છે

એટલા માટે જ લોહીયાળ છે

ભૂલભૂલૈયા બની છે જિંદગી, 

ફીટ ગૂથાયેલ એની જાળ છે.

શ્વાસ પોતાના નથી થાતા કદી

જિંદગી માં એટલે તો રાળ છે.

કેટલા વટથી અમે જીવી ગયા

એજ મોટું જિંદગી પર આળ છે

જીવવા માટે ધરી છે જિંદગી

જીવશો તો પ્રેમની ભરમાળ છે

કોણ મારે કોણ જીવાડે તને

જિંદગી સામે બધાએ બાળ છે.

સુખ દુખોની વાત વણવાની મજા

 એટલે તો જિંદગી ઘટમાળ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational