STORYMIRROR

DR.satyam Barot

Inspirational

3  

DR.satyam Barot

Inspirational

દોસ્તનુ ગીત

દોસ્તનુ ગીત

1 min
13.9K


જે આખો દા'ડો ઝગડે ના

જે મીઠી વાતે બબડે ના

જેને મળવાનું મન થાતું ના

જેની વાટો કોઈ જોતું ના ,

એના જેવો ભારે કહોત નથી ,

એવા માણસનો કોઈ દોસ્ત નથી .

જે ખુલ્લા મનથી નાચે ના

જે ખુલ્લો થઈ ને રાચે ના

જે રોજે નખરાંઓ કરે ના

જે ઝઘડીને પાછો ભળે ના

એના જેવો અભાગો કપૂત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી

જેના ગપ્પાંનો કોઈ પાર નથી

જેના શબ્દમાં સતની ધાર નથી

જે સ્વાર્થમાં નવરો પડતો નથી

જેને રમવા સમય મળતો નથી

જેનું જીવન દોસ્તમા મસ્ત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી

જે સપનાંઓમાં ઉડતો નથી

જે રોજે નખરાં કરતો નથી

જેના ઇશ્વરથી વધુ નામ નથી

જેને દોસતી માટે માન નથી

જેને ભેરુઓની જમાત નથી

એવા માણસનો કોઈ દોસ્ત નથી 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational