STORYMIRROR

DR.satyam Barot

Tragedy

3  

DR.satyam Barot

Tragedy

તરકટ જોયું

તરકટ જોયું

1 min
26K


સતના નામે જજના હાથે

જૂઠ્ઠુ-જૂઠ્ઠુ તરકટ જોયું

પૈસા માટે જાતો વેચે

એવું માનવ હલકટ જોયું

લજ્જા ભૂલી તન-તન કૂદે

એવું ભોગી મરકટ જોયું

પ્યાર પૈસા નામે દિલનું

હસવું, ગાવુ બરછટ જોયું

પદ, મોભા માટે માણસનું

વેચાવાનુ રમઝટ જોયું

રોજે સતના મારણ માટે

દુનિયાનું મેં છટપટ જોયું

સાજે દ્વારો ભેગા થ્યા તો

આખા દનનુ ખટપટ જોયું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy