પ્રેમનો અનુવાદ રાધા
પ્રેમનો અનુવાદ રાધા
પ્રેમ ઘેલો કૃષ્ણ બન્યો જ્યારનો એ,
ત્યારથી દોડે બની ઉનમાદ રાધા.
આજ આસું દ્વારકા પહોંચ્યાં હશે ને,
કૃષ્ણમાં આવી દુઃખોની યાદ રાધા.
ગોપ ગોપી કૃષ્ણ સૌનો શ્વાસ બનતી,
એ બની સૌના દિલોનો નાદ રાધા.
રોજ ગોખે એક શબ્દો કૃષ્ણ તારા,
કૃષ્ણ તારા પ્રેમનો અનુવાદ રાધા.