દ્વાર ...
દ્વાર ...
ખોલો દ્વાર તો રસ્તો મળે,
આમ બેસી રહી કંઈ ના મળે,
મૂકી છે આંધળી દોટ સૌએ,
બંધ દ્વારે આગળ જતાં રડે,
બંધ દ્વારે ક્યાં કંઈ મળે?
ખોલો દ્વાર તો રસ્તો મળે,
દેખા દેખીમાં જ માનવી રડે,
અહીં માનવી જ માનવીને નડે.
