દુનિયા કેમ આવી છે?
દુનિયા કેમ આવી છે?


સાથ આપવાવાળા ઓછા,નીચા પાડવાવાળા વધારે છે.
મદદ કરવાને બદલે, સલાહ આપવાવાળા વધારે છે.
દુઃખ દૂર કરવાને બદલે , દુઃખ આપવાવાળા વધારે છે.
બીજાનું સારું ઇચ્છવા ને બદલે,
સ્વાર્થીપણાવાળા લોકો વધારે છે.
અહીં સત્યનો માર્ગ સ્વીકાર કરવાને બદલે, ખોટા માર્ગો પર ચાલનારા વધારે છે.
કોઈ મને કહેશો કે, દુનિયા કેમ આવી છે?
દોસ્ત ઓછા, દુશ્મનો વધારે છે.
દાની ઓછા, લૂંટારુઓ વધારે છે.
જ્ઞાની ઓછા, અજ્ઞાનીઓ વધારે છે.
નિરોગી ઓછા, રોગી વધારે છે.
સૌમ્ય ઓછા, ઉગ્ર વધારે છે.
કોઈ મને કહશો કે, દુનિયા કેમ આવી છે?
ખુશ થોડા, ઉદાસ ઘણા છે.
સામાન્ય થોડા, અસામાન્ય ઘણા છે.
સહ્ય થોડા, અસહ્ય ઘણા છે.
મહેનતુ થોડા, આળસુ ઘણા છે.
વિશ્વાસુ થોડા, વિશ્વાસઘાતી ઘણા છે.
કોઈ મને કહશો કે, દુનિયા કેમ આવી છે?