દુનિયા એક રંગમંચ
દુનિયા એક રંગમંચ
લખે વાલ્મિકી ભજવે રામ,
ત્યારે જઈ બને રામાયણ,
સ્વર્ગેથી સૌ કોઈ નિહાળે,
દેવી-દેવતા નર- નારાયણ,
સારું હોય કે ખરાબ પાત્રને
આપણે સ્વીકારવું જ રહ્યું,
દુનિયાની નજરે સારા બનવા
દરેક પાત્ર નિભાવવું જ પડ્યું,
ચહેરા પર સ્વાર્થનો સોહામણો
તો પ્રેમનો લાલ રંગ ચિતર્યો,
દુનિયા સામે મોઢું બતાવવા,
ક્યારેક નમ્યો તો ક્યારેક વિફર્યો,
દુનિયાના રંગમંચનું પાત્ર બની
દરેક કિરદારને ઘણું સાચવું છું,
ઈચ્છા વિરુદ્ધ પાત્રમાં કેદ થઈ
કઠપૂતળી સમું ખુદને નચાવું છું,
પાત્રોનો પરિચય કરાવતો રહ્યો
રંગમંચના પડદાની આસપાસ,
ત્યારે જઈ વિચાર આવ્યો
'મિલાપ'ની કોને છે તલાશ.
