દુઆઓ ફળે
દુઆઓ ફળે
ઈલાજ કે દવાનાં ડોઝથી જયારે કશું ના વળે,
એવું બને, તે દિ' લોકોની દીધેલી દુઆઓ ફળે,
નસીબે લખ્યું હોય ભલે આઘાતો સહેવાનાં છતાં,
કોઈનાં દિલની દુઆથી આવેલાં વિઘ્નો પણ ટળે,
કોઈની મહેનત કરેલી કદાચ ફળે કે ના ફળે પણ,
અંતઃકરણથી કરેલી ઇબાદાતનું ફળ જરૂર મળે,
ખુદાને ખાતર લોકોની સખાવત કરતો રહેજે,
કોઈની આંતરડી ઠારો તો, પથ્થર પણ પીગળે,
અસર જે છે "નાના" ઇબાદાતમાં, નેકીમાં, દુઆમાં,
જો એ બધું નેક ઇરાદાથી થાય તો એમાં પ્રશંસા ભળે.
