STORYMIRROR

Jashubhai Patel

Tragedy

3  

Jashubhai Patel

Tragedy

દુ:ખના સાગરમાં

દુ:ખના સાગરમાં

1 min
14.2K


દુ:ખના સાગરમાં ડૂબતો રહ્યો,

અશ્રુનાં આભથી ખરતો રહ્યો,

ક્યારેક તો કરશો માફ તમે,

એ ક્ષણ માટે તરસતો રહ્યો.


પામવાને મીઠી નજર આપની,

રોજ મન મૂકીને વરસતો રહ્યો,

નફરતને પણ માની ઉપહાર,

આપના દિલમાં ધબકતો રહ્યો.


નસીબમાં મળ્યા કાંટા બધા,

ફૂલોની જેમ મહેંકતો રહ્યો,

માર્ગમાં ભેટ્યાં સેંકડો રુદનો,

હાલત પર 'જશ' હસતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy