STORYMIRROR

Nisha Nayak

Romance

3  

Nisha Nayak

Romance

દર્પણમાં

દર્પણમાં

1 min
1.5K

દર્પણમાં જોઉં ને હું ના દેખાઉ,

તું જ તો દેખાય મને મુજ માંહે,

શોધુ આંખની અટારીએથી તને, 

તું દેખાય હૃદયના ઝરૂખાએ મને, 


સપનામાં જોતી હુતો સાયબાને,

અને શરમાતી એકલી એકલી, 

મેડીએ બેસી જોઉં તારી વાટડી,

તું દેખાય હૃદયના ઝરૂખાથી મને, 


સોળે શણગાર સજી વીતે રાતડી,

કે આવી પહેરાવે અંબોડે ગજરો,

સુવાસ એની તન મનમાં શોધતી, 

તું દેખાય હૃદયના ઝરૂખાથી મને, 


બેડલાં ભરવા જાઉં સરોવરની પાળે,

હિચક્તો જોઉં તને આંબલા ડાળે,

જાણે પાણી સંગ સાજન સમાય, 

ને જાણે આંખોમાંથી તું છલકાય,


વાટ તારી જોતી ઊભી અટારીએ,

શોધતી આંખની અટારીએથી તને,

તું દેખાય હૃદયના ઝરૂખાથી મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance