દરિયા કિનારો
દરિયા કિનારો
દરિયા કિનારો
દરિયા કિનારો, જાણે રેતી સોનેરી,
હળવી લહેરો, લાગે મને મોહીની ,
વાદળી રંગે આકાશ ડોલે.
સાંજ સવારે દરિયો હિલોળે,
નાળિયેરીનું ઝાડ ઊંચું ઊભું,
જાણે આકાશને સ્પર્શતું રૂબરૂ.
રંગીન ફૂગ્ગો આભમાં ઊડે,
પંખીની જેમ સ્વતંત્રતામાં ઝૂમે.
સૂરજ આથમતો, રંગોની રંગોળી
દરિયાના મોજાંની મધુર હોળી,
રેતી પર પગલાં, યાદોની રાત
દરિયા કિનારે સુંદર આ સાંજની વાત.
સુંદર દ્રશ્ય આંખોમાં સમાય,
દરિયાની સુંદરતામાં મન્ન મોહાય.
દરિયા કિનારે , જાણે રેતી સોનેરી,
હળવી લહેરો, લાગે મને મોહીની.
