STORYMIRROR

Khyati Anjaria

Tragedy

3  

Khyati Anjaria

Tragedy

દર્દ

દર્દ

1 min
453


આજે બધું સાવ સુનું લાગે છે.


જાણ્યું જોયું સમજી જોયું, તોયે સુન્ન થઇ ગયાનું ભાસે છે.


મનના પિંજારામાં અનેક વિચારો કેદ છે,


કેમે કરી ને કળી શકાય ના એવા દિલના ભેદ છે.


ઉપાયો અનેક કરી જોયા પણ દર્દ આકરું લાગે છે,


ભરચક આ દુનિયામાં પણ એકલું એકલું લાગે છે.


દુનિયાના આ રીત રીવાજો બંધન બનીને જંગ એ ચડ્યા,


દર્દ દેનારા આજે આવી દર્દ નિવારવા ચડ્યા છે.


અસહ્ય બન્યું છે.. કોઈ તો મનને પીડામાંથી છોડવો,


સુનેકાર વ્યાપી રહ્યો છે..મારા મન ને કોઈ સમજાવો.


હોઈ શકે કે મુક્તિ મળશે આ દર્દથી તો મનને નહિ ફાવે..


કદાચ, હવે તો મનને પણ ટેવ પડી છે, દર્દ જ સારું લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy