દર્દ અજાણ્યું આ વિરહનું
દર્દ અજાણ્યું આ વિરહનું
દર્દ અજાણ્યું વિરહ કેરું, માનવને કેવું તડપાવે
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે,
મહેકતા બાગમાં બેસો તોય યાદ આવે પતઝડ,
ખીલે ફૂલો બહાર ઘણાં તોય, હૃદય ધરતી સૂકાયેલ નજર આવે,
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે,
મીઠડું મિલન સ્નેહભીનું પ્રેમીઓનું જોઈને,
વિરહી આ હૃદયને વ્હાલી, બસ તારી જ યાદ ઘણી આવે,
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે,
વરસતો વરસાદ પણ આગ વિરહની વધારે,
ભીતર સળગતા હૈયાને આ, ટાઢક જરીય વરસાદમાં ના આવે,
શરીર હોય હુષ્ટપુષ્ટ તોય, નીંદર નયને ન આવે,
'રાજ ' કેવું આ દર્દ છે વ્હાલીના વિરહનું ગજબનું,
ત્રણેય ૠતુઓમાં હૃદય ભીતરે, રાહત જરીય હવે ન આવે,
દર્દ અજાણ્યું વિરહ કેરું, માનવને કેવું તડપાવે.