દિવસ સુહાનો
દિવસ સુહાનો
આ મોસમનો દિવસ સુહાનો થયો
જાણે કોઈ એનો દીવાનો થયો,
આ છોડ ફરીથી હસતો થયો
જાણે કોઈને નમતો ગયો,
આ કાયાનો થાક ઉતરી ગયો
જાણે કોઈ એને યાદ કરી ગયો,
આ મનને કોઈનો સંગાથ મળી ગયો
જાણે કોઈ એને સાદ કરી ગયો,
આ સૌરભને કોઈ ખુશ કરી ગયો
જાણે કોઈ એને દિશા બતાવી ગયો,
આ જીવનને કોઈનો સહારો મળી ગયો
જાણે કોઈ બધા દુઃખો ભૂલાવીને થોડું હસાવી ગયો.
