દિવાળીની યાદ
દિવાળીની યાદ
ઉજવી રહ્યો છું હું દિવાળી મારી,
યાદ આવે છે આજ મુજને તારી,
ઝગમગતી રોશની નિહાળું છું હું,
દેખાતી નથી તેમાં સુંદર સૂરત તારી,
તારી યાદ સાથે ઉજવું છું દિવાળી,
દિલમાં વસી છે વાલમ તસ્વીર તારી,
નભમાં નજર કરી શોધી રહ્યો છું હું,
તારો બની તું ચમકી રહી છે વ્હાલી,
હતી તારી લાગણી હંમેશા સાથે મારી,
પ્રેમની જ્યોત પ્રગટાવતા હતા ન્યારી,
રંગ બેરંગી રંગોળીની સજાવટ કરી તું,
દિલથી થઈ જાતી ખૂબ હરખની ઘેલી,
આજે કરૂણા છે મારા દિલમાં તારી,
તડપી રહ્યો છું હું દિન-રાત સારી,
તુજને હર પળ ઝંખી રહ્યો છું હું,
અશ્રુ વહાવું છું હું આંખોમાંથી મારી,
અફસોસ છે મુજને એ વાતનો પ્યારી,
આ દિવાળીમાં નથી ઉપસ્થિતિ તારી,
તું તો તારો બની ચમકી રહી છે નભમાં,
"મુરલી" યાદ આવે છે હર પર્વમાં તારી.
