દિવાળી આવી
દિવાળી આવી
દિવાળી આવી દિવાળી આવી
સાથે શું શું લાવી શું શું લાવી,
અંધકારમાં પ્રકાશ લાવી
જીવનમાં ખુશીઓ લાવી,
નૂતન વર્ષ લાવી જીવનને નવી આશા આપી
ભાઈ બીજ લાવી બેન ભાઈને લાગણી વધારી,
ત્રીજને સાથે લાવી ત્રેવડને વધારી
ચોથને લાવી ચતુરાઈને વધારી,
લાભપાંચમ લાવી જીવનમાં લાભોની પરમ કૃપા આવી
જીવનની જ્યોત જગાવી,
દિવાળી આવી દિવાળી આવી
ખુશીઓ લાવી.
