દિશાઓ પાસેથી લઈએ પ્રેરણા
દિશાઓ પાસેથી લઈએ પ્રેરણા
ચાલો દિશાઓ પાસેથી પ્રેરણા લઈ,
જીવનની કેડી કંડારિયે,
જીવનને નવી રાહ આપીએ,
કોઈના જીવનમાં ઉજાસ ફેલાવીએ,
માનવતાની મહેક ફેલાવીએ,
પૂર્વ દિશા પાસેથી લઈએ લઈ પ્રેરણા ,
બીજા માટે જીવન જીવીએ,
પશ્ચિમ દિશા પાસેથી પ્રેરણા લઈ,
સૌને પોતાના બનાવીએ,
ઉત્તર દિશા પાસેથી પ્રેરણા લઈ,
જીવનમાં પ્રશ્નોનાં ઉત્તર મેળવીએ,
દક્ષિણ દિશા પાસેથી પ્રેરણા લઈ,
દિલમાં માનવતાનો દીવો પ્રગટાવીએ,
નૈઋત્ય દિશા પાસેથી લઈ પ્રેરણા,
નવું નવું નોલેજ મેળવીએ,
વાયવ્ય દિશા પાસેથી પ્રેરણા લઈ,
વિચારોને નવા વળાંક આપીએ,
ઈશાન દિશા પાસેથી પ્રેરણા લઈ,
ઈશ્વરમાં ભરપૂર આસ્થા રાખીએ,
અગ્નિ દિશા પાસેથી પ્રેરણા લઈ,
નફરત ક્રોધ નિરાશાને આગમાં બાળિયે,
બધી જ દિશાઓ પાસેથી પ્રેરણા લઈ,
દિશાવિહીન જીવનને યોગ્ય દિશા આપીએ,
માનવ બની માનવતાની મહેક ફેલાવીએ,
મર્યા પછી પણ લોકોના દિલમાં અમર થઈએ.
