દિલની વાતો
દિલની વાતો


દિલની વાતો અલગારી, દિલ છે સમજદારીનું દ્વાર,
દિલની વાત સાંભળો દિલથી, કયારેય નહીં થાય હાર,
દિલ આપવું જોઈએ હંમેશા દિલદારને
દિલ આપતા સમય રહેજો સમજદાર
દિલ રાખો શુધ્ધ, દિલ રાખો વિશાળ
વિશાલ દિલનો છાંયડો હોય છે સદાબહાર
એકાંત આપે હંમેશા આતમ નો ચિતાર
ઉપયોગ કરો એકાંતનો, થાય દિલનો સાક્ષાત્કાર
દિલ અને દિલદારની સાચવણી રાખો યાર
એકવાર તૂટી જાય દિલ, તો દુનિયા લાગે બેકાર.