STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

દિલદાર

દિલદાર

1 min
182

દિલદાર સિવાય મને દુનિયાનું બીજું કંઈ જ યાદ નથી,
અને તેથી જ તો હવે મને બીજી કોઈ જ ફરિયાદ નથી !

દિલદાર થકી જ અલમસ્ત મસ્તી દિલની ને હસ્તી રૂહની,
દિલદાર સિવાય ઈશ્ક ની બીજી કોઈ અડીખમ બુનિયાદ નથી !

દિલદાર છે તો જિંદગીમાં રોજ નવો ચમકતો નિખાર,
હવે આ સિવાય આનંદની બીજી કોઈ આબે હયાત નથી !

પલ પલ પ્રતી પલ થતો નવી ખુશીનો જન્મ દિલદારથી,
હવે સ્વપ્નમાં દિલદારથી મધુર બીજો કોઈ ખ્વાબ નથી !

નશો દિલદારનો તો હોય છે અજીબ ને અનેરો યારો મારા,
વગર મૈખાને આના જેવી મસ્ત બીજી કોઈ રુદાદ નથી !

એક "પરમ" કેફમાં ચકચૂર જિંદગી આખી દિલદારથી,
દિલદારથી મળેલા "પાગલ" પન જેવો કોઈ ઈલાજ નથી !


Rate this content
Log in

Similar gujarati poem from Drama