STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દીવાનો કરું શણગાર

દીવાનો કરું શણગાર

1 min
179


કરું હું દીવડાંનો શણગાર,

એક દીપક સળગાવું આશાનો,

નિરાશાનું ઘોર અંધારું થાય દૂર,


એક દીપક જલાવું આશા ઉમંગ ઉલ્લાસનો,

આળસનો ઘોર અંધકાર થાય દૂર,


એક દીપક જલાવું હું પ્રેમનો,

નફરતનો ઘોર અંધકાર થાય દૂર,


એક દીપક જલાવું જ્ઞાનનો,

અજ્ઞાનનો ઘોર અંધકાર થાય દૂર,


એક દીપક જલાવું હું સમજણનો,

ગેરસમજનો ઘોર અંધકાર થાય દૂર,


એક દીપક જલાવું હું મિત્રતાનો,

દુશ્મનાવટનો ઘોર અંધકાર થાય દૂર,


એક દીપક જલાવું હું સચ્ચાઈનો,

બુરાઈનો ઘોર અંધકાર થાય દૂર,


આમ દીપકોની હારમાળા સર્જુ,

જગત પરથી બુરાઈનો આવે અંત,


સચ્ચાઈની થાય જીત,

બને જીવન મધુરું ગીત,


સૌનું જીવન બને સંગીત,

દિલમાં એકબીજા માટે રહે પ્રીત,

આખીર પ્રેમની થાય જીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational