STORYMIRROR

Isha Kantharia

Action Fantasy

3  

Isha Kantharia

Action Fantasy

દીકરો

દીકરો

1 min
252

દુનિયા સામે રામ બનીને બેઠેલો અને

ઘરમાં રાવણ બનીને બેઠેલો

દીકરો મેં જોયો છે,


સમાજમાં લાખોનું દાન કરતો અને

ઘરમાં મા બહેનને રોટલી માટે હેરાન કરતો

દીકરો મેં જોયો છે,


સાસરો બિમાર પડે તો ખડે પગે સેવા કરે અને

બાપ મરણપથારીએ હોય તો હાથ પણ નહીં લગાડતો

દીકરો મેં જોયો છે,


સાસુની આગળ પાછળ ફરે મા મા કરે અને

ખુદની મા દીકરા દીકરા કરી બૂમ પાડે તો જુએ પણ નહીં

એવો દીકરો મેં જોયો છે,


જે બહેનનો ભાઈ ના હોય એનો ભાઈ બનતો

અને ખુદની બહેનની અવગણના કરી હડધૂત કરતો

દીકરો મેં જોયો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action