STORYMIRROR

Gopal Dhakan

Children Inspirational

3  

Gopal Dhakan

Children Inspirational

દીકરી

દીકરી

1 min
832


ઘર આંગણનો તુલસીક્યારો, ખુશહાલીનો એ દીવો,

દીકરી તો છે પ્રેમનો દરિયો પીવાય એટલો પીવો...


કોઈ કહે એને એ તો છે હૃદય કેરો ધબકાર.

કોઈની માટે દીકરી જાણે સ્વાતિનો વરસાદ.

વરસતી ગ્રીષ્મની ગરમીમાં એ વાતો અનિલ ભીનો.

દીકરી તો છે પ્રેમનો દરિયો પીવાય એટલો પીવો...


અમથી અમથી વ્હાલી લાગે પ્રેમ રસ તરબોળ.

ઘૂઘરીયાળી પગલી પાડતી બોલે મીઠા બોલ.

પારવેડું મારા આંગણનું કોઈ મુજથી શીદને છીનો..?

દીકરી તો છે પ્રેમનો દરિયો પીવાય એટલો પીવો...


Rate this content
Log in

Similar gujarati poem from Children