દીકરી
દીકરી
ઢીંગલી મારી સાસરિયે ચાલી
ભાખોડિયા ભરતી છેડે બાંધેલી
પણ લાગણીઓને આજ કરી છેટી
થોડી સંભાળ રાખજો વિનવું કર જોડી.
વહે છે વહાલ એની ભાળ રે રાખજો
દીકરી વળાવું હું આજ જાણી લેજો,
કદર ના સરનામે એનું સ્થાન રાખજો.
હસતી એને માણી ભૂલ તેની વારી લેજો.
