Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hetshri Keyur

Drama Tragedy

3  

Hetshri Keyur

Drama Tragedy

દીકરી મને તારી ચિંતા છે

દીકરી મને તારી ચિંતા છે

1 min
237


અતૂટ મમતાથી તને ઉછેરી છે

સાસરે જઈશ પછી

સાસુ તને શું માં જેવી મમતા આપશે ?

દીકરી મને તારી ચિંતા છે,


 નાનકડી કળી છો તું મારા ઘરની

 સાસરે જઈ મુરજાઈ જઈશ તો ?

 દીકરી મને તારી ચિંતા છે


 તને દુઃખ માં જોઈ

 મારું કાળજું કપાઈ જાય છે

 લગ્ન કરી ને પછી તને દુઃખ મળશે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


તારી ઈચ્છા હોય

એવું જમવાનું તને હું બનાવી આપુ છું

ત્યાં તને કોઈ નહીં બનાવી આપે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


તને ખુબજ લાડ કર્યા છે મે

સાસરામાં તને કોઈ લાડ નહીં કરે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


 તારા દરેક હકથી કરેલ

નાના નાના નખરા ઉપડ્યા છે તારા પિતા એ

 તારા સસરા તને પિતાની જેમ નહીં રાખે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


તારા ભાઈ એ કાયમ તારું ઉપરાણું લીધું છે

ત્યાં કોઈ તારો પક્ષ નહીં લે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


તને કંઈ પણ તકલીફ હોય

તો તું જણાવતી નથી ત્યાં દુઃખ પડશે

મને તુ નહીં કહે તો ?

દીકરી મને તારી ચિંતા છે,

 

તારા મનમાં હોય

એ તું ક્યારેય કહેતી નથી હું સમજી જાઉં છું

ત્યાં કોઈ તારાં મનની વાત નહીં સમજે તો ?

દીકરી મને તારી ચિંતા છે,


 તારા જિંદગીનાં એટલા વર્ષો

 મે તારા રસ્તે ફૂલ પાથર્યા છે

સાસરામાં તને રસ્તે કાંટા મળશે તો ?

 દીકરી મને તારી ચિંતા છે,


એક દિવસ તને મારા વગર ચાલતું નથી

લગ્ન પછી તને મારા વગર નહીં ગમે તો ?

દીકરી મને તારી ચિંતા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama