STORYMIRROR

Harshad Dave

Fantasy Inspirational

3  

Harshad Dave

Fantasy Inspirational

ધ્યાન

ધ્યાન

1 min
476


વાયરાને નૃત્ય કરવું છે કટાણે !

ફૂલડાંને ધ્યાન ધરવું છે અટાણે!

 

કોણ સમજાવે હઠીલા વાયરાને?

ના સમજ, નાદાન, અકડુ છે અટાણે!

 

પુષ્પ ભમરાને કહે, 'સાક્ષી રહેજે!'

'ના, નથી ફુરસદ મને, શું છે અટાણે?'

 

વૃક્ષ આપે સાંત્વના : 'સંસાર છે!'

'કર્મ કરવું' ધર્મ તારો છે અટાણે!'    

 

'લાભ લે, ફેલાવ સૌરભ પવન સંગે,

એ જ સાચું ધ્યાન તારું છે અટાણે!'   

              


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy