STORYMIRROR

Bharat Thacker

Drama

3  

Bharat Thacker

Drama

ધરતીનો મીત

ધરતીનો મીત

1 min
256

વરસાદ એ તો કુદરતે, સંગીત સાથે વહાવેલું ગીત છે,

વરસાદ સાથે, પૂરી સૄષ્ટિનું સંકળાયેલ હિત છે,

વરસાદ તો છે ધરતીનો મખમલી મીત,

વરસાદ એ તો, કિસાનના મુખ પર વેરાયેલ સ્મિત છે,


વરસાદ એ તો, મેઘરાજાની મસ્ત સવારી છે,

વરસાદે તો ધરતીને, દુલ્હનની જેમ સંવારી છે,

વરસાદ તો છે ધરતીનો મખમલી મીત,

વરસાદ જેવું ક્યા કશું ચમત્કારી છે?


બચપનમાં ‘ઉની ઉની રોટલી અને કારેલાનું શાક’ની ધીંગા મસ્તીવાળો વરસાદ છે,

યુવાનીમાં વરસાદ એટલે ‘ આજ રપટ જાયે તો હંમે ના ઉઠઇયો ‘ નો સાદ છે,

વરસાદ તો છે ધરતીનો મખમલી મીત,

વૃદ્ધાવસ્થામાં વરસાદમાં નજર આવે ભગવાનનો ભવ્ય પ્રસાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama