ધરતી
ધરતી
પોકારે કણકણ માટીનો, માતૃત્વ કરતું સાદ,
સ્વાર્થ ખાતર છેદાતી,દુઃખી જગતનો તાત,
પશુ-પંખી,વૃક્ષ-છોડ પર્વત-નદીઓના ધાટ
ભૂલી ના જા માનવ ધરતી આપણી માત.
સર્વસહા કહેવાણી સહેતી હસતાં હર ઘાવ
ખોદો,ખેડો કે પછી કરો મનમાન્યા પ્રહાર,
સંભાળતી પંપાળતી સદૈવ ધરણી ધાર
ભૂલી ના જા માનવ ધરતી આપણી માત.
પૃથ્વી રૂપે કરાવતી નિજ તત્વોનું પયપાન
તારા-મારા ભાગ પાડતાં ઘવાતુ એનું માન,
ઉદર ચીરીને વારિએ તૃપ્ત કરતી તમામ
ભૂલી ના જા માનવ ધરતી આપણી માત.
ખેલતો,નાચતો,કૂદતો અને વસાવતો ઘર
પ્રદૂષણના દૂષણથી બગાડતો એના સ્તર
પાલક બનીને પોષતી ખેત અનેખલિયાણ
ભૂલી ના જા માનવ ધરતી આપણી માત.
