STORYMIRROR

VARSHA PRAJAPATI

Fantasy

4  

VARSHA PRAJAPATI

Fantasy

ધર્મ અને અધર્મ

ધર્મ અને અધર્મ

1 min
556

ધર્મ અને અધર્મની જલતી મશાલ લઈને બેઠી છું,

દ્રૌપદી તો નથી છતાં પ્રશ્નોની વણઝાર લઈને બેઠી છું.


વસ્ત્રાહરણ તો થયું હતું ભરીસભામાં વર્ષો પહેલાં,

સખી આજે પણ ગોવિંદની પ્રતીક્ષામાં બેઠી છું.


યુદ્ધ કરવું કે ના કરવું એવી અસમંજસતાની વચ્ચે,

અર્જુન થવા તૈયાર છું જો કૃષ્ણ સારથી બને.


સુદામા બનું તો કદાચ મિત્રતાને પામી શકું,

તાંદુલનો સ્વીકાર થશે એવા વિશ્વાસ સાથે બેઠી છું.


મૃતપાય થયેલી મિત્રતાની લાગણીને પોષવા,

આત્મીયતાના અમૃતનું ઈજણ લઈને બેઠી છું,


મિત્રોનું શું કહેવું એ તો અંધકારમાં જ્યોતિસમા છે,

પણ શોધું જેને જગમાંહી એને ભીતરમાં લઈને બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy