STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ધન્ય ! ઓ વિવેકાનંદ

ધન્ય ! ઓ વિવેકાનંદ

1 min
30

ભલી ભોમકા નગરી કલકત્તા

ચરણે ઝૂકે નરેન્દ્ર દુલારો

પરમહંસ શ્રીરામકૃષ્ણ હરખે

પાવન ગંગાસાગર કિનારો

 

ગા ભજન તું ભાવ ધરીને

માપું અંતરના ઊંડાણો

પરખ્યો યોગી આતમરામને

મળ્યો પૂણ્ય ભૂમિ રખવાળો

 

રિધ્ધિ -સિધ્ધિ સીંચે મા કાલિ

પામ્યો પ્રકાશ પલભરમાં

લઈ કમંડલ હાલ્યો વેદાન્તી

સાક્ષાત્કાર રમે અંતરમાં

 

ત્રણ સાગર સંગમના દર્શન

ધ્યાન ધરે વિવેકાનંદ

સંકલ્પ કીધો સાગર ખેડવા

હાલ્યા ધર્મ પરિષદ

 

જ્ઞાન ભંડારી સંત સાક્ષાત્કારી

ઉન્નત મનનો આનંદ

ફરક્યો વાવટો યશ દે શિકાગો

ધન્ય! ઓ વિવેકાનંદ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational