ધન્ય ! નારી તું નારાયણી
ધન્ય ! નારી તું નારાયણી
ધૈર્ય - શૌર્યની તું ધરી નારી શાણી, જીવન રથની છે ભલી જ કહાણી
‘મહિલા દિન’ રટે જગ ઉત્કર્ષ કહાણી, ધન્ય ! નારી તું નારાયણી,
ખૂબ દુભાવી તને ગત સંસારે, છાયી સ્વશક્તિએ રે હર દ્વારે,
પરિશ્રમે અડગ અભિયાન તવ કહાણી, ધન્ય ! નારી તું નારાયણી,
ના જ બાપડી, ગાય- મૃગલી, તુ્ં લડે સવાઈ ઝાંસી નવલી,
સંગીત નૃત્ય કલા કહે સંઘર્ષ કહાણી, ધન્ય ! નારી તું નારાયણી,
સ્નેહ કુનેહ કરુણાની કૃતિ, ખંત જોમ ત્યાગની શ્રી મૂર્તિ,
નારી શક્તિ સન્માન ગૌરવ કહાણી, ધન્ય ! નારી તું નારાયણી,
ખેલ; ખેત સૈન્ય વિજ્ઞાન ઉત્કર્ષ કહાણી, નારી હૃદય મીઠડું ગાણું જગ કલ્યાણી,
ધન્ય જગ ! નારી તું નારાયણી, રટશું નિત્ય ગૌરવ કહાણી.
