ધમણ
ધમણ
લુહારના ફેફસા અમે,
એ ધમણને જાણો તમે,
લોઢું એમ ના ઓગળે,
અમને જોઈ તાપે ગળે,
લલકાર કરે જો લોહકાર,
લોહ ધરે રૂપ ને આકાર,
કોલસા તાપે કરે મારણ,
પ્રચંડ સહે પ્રહાર એરણ,
ફૂંકીએ જોશથી વાયુ,
વધે ઓજારની આયુ,
આગ સામે ધમે ધમણ,
પ્રસ્વેદ વહે અધમણ,
ભસ્ત્રિકા પુરુષાર્થ સંચો,
અગ્નિ જ્વાળા તમંચો,
ઓઝાર ખેતીના ઘડ્યા,
કુહાડી દાતરડા લડ્યા,
લુહાર કોઢે જઈ ચડ્યા,
ગાડાં પૈડે પાટા જડ્યા,
લુહારના ફેફસા અમે,
ધમણ જોઈ ધાતુ નમે.
