ધીરેધીરે બદલાઈ જશે
ધીરેધીરે બદલાઈ જશે
દરિયો પણ ડૂબી જશે ને નદી પણ ક્યાંક ખોવાઈ જશે
વીતતાં સમયમાં બાળકનો અવાજ પણ ક્યાંક શાંત થઈ જશે,
વિચાર હશે કે કૃષ્ણ ધનુષ લઈને આવશે
વિચાર હશે કે રામ મુરલી વગાડતા આવશે
કોઈની આગાહી ખોટી ઠરવાશે
રણ પણ ક્યાંક દરિયાની જેમ ઉછાળા મારતો થશે,
ધીરે ધીરે બધું બદલાઈ જશે
વૃક્ષ પણ પ્લાસ્ટીકના રાખીને માણસ ખુશ થશે
રાજદીપની કલમ ક્યાંક ખોવાઈ જશે
તેમાં ને તેમાં નિર્જીવ સાથે તે વાતો કરતો થશે,
ધીરે ધીરે ઘણું સુધરી જશે
બકાલુ પણ હવે લોથપોથ થયેલું ઠંડકમાં જશે
બગડવાનું તો શું હવે રાતનું ખાવાનું સવારે વધેલ ફ્રિજમાં હશે
ધીરે ધીરે વાતો કરનારા ખૂટશે
દાદા લઈને બેઠા ફોન ને બાળક પણ માંગશે
ત્યાં કોણ નાનું ને કોણ મોટું બધા બરાબર લાગશે
હશે જો પ્રશ્ન તો ગૂગલ દાદાને પૂછશે
ધીરે ધીરે વાતો કરનારા ખૂટશે
ધીરે ધીરે આરામ સાથે રોગ વધશે
જે ચાલીને લઈને આવતા તે હવે એમેઝોન કરશે
કપડાંની પસંદગીમાં પણ હવે લડાઈ નહીં થાય
સેલમાં જ હવે બધું જ ઘરે આવશે
એટલે તો ધીરે ધીરે આરામ સાથે રોગ વધશે.
