ધીંગામસ્તી
ધીંગામસ્તી
હિલોળા લેતાં સાગરના,
મોજાં સાથે અનેરી હોય મસ્તી,
સ્નેહી સંગાથે સાગર કિનારે,
મળીને કરીએ ધીંગામસ્તી.
મલક્તાં હોય મુખડા ઝાઝા,
ને છલકતાં હેતે હૈયા,
છીપલાઓને વીણીને કિનારે,
સાગર કિનારે ધક્કામુક્કી.
ખારા જળમાં ભીંજાઈને,
ભીંજવીએ હેતે વ્હાલીને,
નયન મિલાવી નીર ટપકતા,
મુખને જોઈએ વ્હાલી મલકતી.
માછલીઓ વીણીને પાછી,
ફેંકીએ સાગર ભીતરે.
છબછબિયાં રત્નાકરના,
નીરમાં કરતાં માણીએ મૌજ.
ખીલ્યું છે મનડું સાંભળી,
ઘુઘવાટ આ સાગરનો.
મજાનો છે પ્રવાસ ઝાઝો આ,
સાગર કિનારે ધીંગામસ્તીનો.
હિલોળા લેતાં સાગરના,
મોજાં સાથે અનેરી હોય મસ્તી.
સ્નેહી સંગાથે સાગરકિનારે,
મળીને કરીએ ધીંગામસ્તી.
મલક્તાં હોય મુખડાં ઝાઝા,
ને છલકતાં હેતે હૈયા,
છીપલાઓને વીણીને કિનારે,
સાગર કિનારે ધક્કામુક્કી.
ખારા જળમાં ભીંજાઈને,
ભીંજવીએ હેતે વ્હાલીને,
નયન મિલાવી નીર ટપકતા,
મુખને જોઈએ વ્હાલી મલકતી.
માછલીઓ વીણીને પાછી,
ફેંકીએ સાગર ભીતરે.
છબછબિયાં રત્નાકરના,
નીરમાં કરતાં માણીએ મૌજ.
ખીલ્યું છે મનડું સાંભળી,
ઘુઘવાટ આ સાગરનો.
મજાનો છે પ્રવાસ ઝાઝો
આ સાગર કિનારાની મસ્તીનો.
