STORYMIRROR

Drsatyam Barot

Romance Tragedy Others

3  

Drsatyam Barot

Romance Tragedy Others

ધારું હું કેટલું

ધારું હું કેટલું

1 min
27.3K


ધારવામાં ધારું પણ ધારું હું કેટલું,

મારા શ્વાસોમાં શ્વાસ હોય એટલું.

રોજ રોજ સજવાના સોળે શણગાર,

એને ભાવે એ ચાખી લે જેટલું.

જાત આખી બદલીને જાતે ઉતારવું,

પ્હેરેલા વાઘાનું રોજ પોલકું.

કાઠુ પડે છે જ્યારે એ બનું હું,

ને યાદોનું ઉકેલવું પડે પોટલું.

રોજ રોજ ગાઠ એની ખોલીને એકલું,

રોજ રોજ ભાવે એની યાદોથી બોલવું.

કાઠું એ કામ રોજ કરવું તે કરવું,

પણ કરવું તે કરવું મારે કેટલું.

યાદે કરું ને પાછી ગાળોયે દઉં,

હું તો જાતે બોલુંને જાતે સાભળું.

નામ એના લઈને કામ બધાં થાય,

પણ મથુ તે મથું હું તો કેટલું.

એકલતા એકલી ભીતર દળાયને,

રોજ દળણું કરું તે કરું કેટલું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance