STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

ધારણાં

ધારણાં

1 min
178

લાગણીથી સજાવો તમે આંગણાં,

તોય ખૂટે છે શું એ કરો ધારણાં,


બસ ખુશીથી સહો ઘા તે ગમના બધાં,

એ કસોટી તણાં અઢળકે બારણાં, 


એમ યા હોમ નિર્લોભ કર્મો કરો,

કર્મના ન્યાય હરિ આપતા આપણાં,


કાલનું કંઈ ન લાગે હવે કામમાં,

કે અહર્નિશ પલે સાચવો માપણાં,


છે રમત બે ઘડીની સમજજો જરા,

કંટકે પુષ્પ સમ થાવ સોહામણાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational