Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Tragedy

3  

Rekha Patel

Tragedy

દગો

દગો

1 min
188


પહેલાં દગો આપો છો, પછી પશ્ચાતાપ કરો છો,

હવે અહીં આવી મગરનાં આંસુઓ પાડી શું કરશો ?


કેટલીય વાર વિનવણીઓ તમને કર્યા કરી,

મારો કોઈ વાંક કે ગુનો નોંધી વે દેખાડી શું કરશો ?


તમારી મરજીનાં માલિક તમે, અમારી કોઈ હેસિયત નહીં,

મારી આગળ પાછળ ફર્યા કરી શું કરશો ?


વાતનું વતેસર કરતાં સારું આવડે છે તમને,

કોઈની મતલબ વગરની વાતો સાંભળી શું કરશો ?


બારી અને બારણાં હમેશાં ઉઘાડાં રાખ્યાં છે મેં,

તમારે આવવું જ ન હોય તો શું કરશો ?


મારાં દિલની કેટલીય લાગણીઓ ઘવાઈ ગઈ,

હવે ખોટા આશ્વાસનો આપી શું કરશો ?


"સખી" મારી આંખોમાં પૂર આવ્યું છે વગર ચોમાસે,

વગર કહ્યે રૂમાલ આપી હવે શું કરશો ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy