દેવી
દેવી
નવ દિવસ શકિત રૂપે દેવીને પૂજતા,
બાકીના દિવસો ઘરની દેવીને રડાવતા.
દેવી ઉપાસક તરીકે ગાદીપતિ બનતા,
ઘરમાં નારીને હડધૂત કરતા.
દેવીની પૂજા કરી ભાલે તિલક લગાવતા,
ઘરમાં નારીને અપમાનિત કરી મહાન સમજતા.
દેવીને સ્તુતી સ્તવન કરી રીઝવતા,
ઘરમાં નારીને અપશબ્દોથી નવાજતા.
દેવીને ભાવનાઓથી શણગાર સજાવતા,
ઘરમાં નારીને ઠોકરોથી નવાજતા.
દેવી પાસે ભૂલોની માફી માંગતા,
ઘરની નારીને પગની જુતી સમજતા.
