દેડકાભાઈ...દેડકાભાઈ...
દેડકાભાઈ...દેડકાભાઈ...
દેડકાભાઈ દેડકાભાઈ મારી સાથે ફરવા,
આવશો કે નહિ ? આવશો કે નહિ ?
સંગે તમારી દેડકી ને માછલી,
મજા કરશે..મજા કરશે..,
છબછબિયા કરવા ને કૂદવા પાણી,
આપીશ તમને.. આપીશ તમને..
પહેરવાને ઝભ્ભો, રેશમી રૂપાળો,
આપીશ તમને..આપીશ તમને..
ખાવાને વિધવિધ વાનગી,
આપીશ તમને.. આપીશ તમને..
ડ્રાઉ ડ્રાઉ કરજો ને ગીતડા ગાજો,
મસ્તીથી ફરજો ને કૂદકા મારજો,
છબ છબ કરજો, ડૂબકી મારજો
પાણીમાં તરજો ને રમત રમજો,
ખૂબ મજા આવશે દોસ્તો સાથે,
ગેલ કરી આવજો અમારી સાથે,
દેડકાભાઈ દેડકાભાઈ મારી સાથે ફરવા,
આવશો કે નહિ ? આવશો કે નહિ ?
