ડુંગરા
ડુંગરા
વૃક્ષોથી ડુંગરા શોભતા રે લોલ,
નાના તે આંબાને લીમડા રે લોલ.
ઈ ' થી મોટા રે....તાડ જો..
વૃક્ષોથી ડુંગરા.....
પંખીથી ડુંગરા શોભતા રે લોલ,
નાની- શી કોયલના ટહુકા રે લોલ.
ઈ' થી વધારે ટહુકે મોર જો....
વૃક્ષોથી ડુંગરા.....
પશુથી ડુંગરા હસતાં રે લોલ,
નાની ખીસકોલીને સસલા રે લોલ,
ઈ' થી વધારે હરણાં રે જો.
વૃક્ષોથી ડુંગરા.....
માનવીથી વૃક્ષો ડરતા રે લોલ,
માનવ વસેને વૃક્ષો હટતા રે લોલ.
થઇ જાય રે.....મોટા મેદાન જો.
વૃક્ષોથી ડુંગરા.....
વૃક્ષોનું મૂલ્ય સૌ જાણીએ રે લોલ.
જેમ દીકરા દીકરીનું મૂલ્ય રે લોલ.
એવું રે મૂલ્યશાળી વૃક્ષ જો.
વૃક્ષોથી ડુંગરા.....
